ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ભુજ (નોડલ) દ્વારા ખાસ જાહેરાત

વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક! નિ:શુલ્ક સમર સ્કિલ વર્કશોપ - ૨૦૨૫ સમર સ્કિલ વર્કશોપનો ઉદ્દેશ્ય: ઉનાળુ વેકેશનનો સદુપયોગ કરી વિદ્યાર્થીઓને જીવન કારકિર્દી અને આવનારી નવીનતમ ટેકનોલોજી વિશે માર્ગદર્શન આપવું તથા તેમનામાં કૌશલ્યવર્ધન કરવું. ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ભુજ (નોડલ), કૌશલ્ય, તાલીમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના ઉપક્રમે, ભુજ શહેર તથા આસપાસના વિસ્તારના શાળાના વિદ્યાર્થીઓ માટે સમર સ્કિલ વર્કશોપ - ૨૦૨૫ નું આયોજન કરવા જઈ રહી છે. આ વર્કશોપ સંપૂર્ણપણે વિનામૂલ્યે રહેશે. આ સમર સ્કિલ વર્કશોપનું આયોજન 27/5/2025 થી 31/5/2025 દરમિયાન કરવામાં આવશે. આઈ.ટી.આઈ. ભુજના તાબા હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ જેમકે માંડવી, મુન્દ્રા, નખત્રાણા, કોઠારા, પાનધ્રો ખાતે પણ સમર સ્કિલ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે જેના સંબંધિત વધુ માહિતી માટે આ તમામ સંસ્થાઓની મુલાકાત લઈ શકાય છે. વર્કશોપની વિગતો: કોણ જોડાઈ શકે?: ધોરણ ૮/૯/ ૧૦ પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ. સમયગાળો: કુલ ૧૦ કલાકનો વર્કશોપ. સ્થળ: સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ભુજ (નોડલ) તેમજ તાબા હેઠળની અન્ય સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ જેમકે માંડવી, મુન્દ્રા, નખત્ર...