ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ભુજ (નોડલ) દ્વારા ખાસ જાહેરાત

વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક! નિ:શુલ્ક સમર સ્કિલ વર્કશોપ - ૨૦૨૫



સમર સ્કિલ વર્કશોપનો ઉદ્દેશ્ય:


ઉનાળુ વેકેશનનો સદુપયોગ કરી વિદ્યાર્થીઓને જીવન કારકિર્દી અને આવનારી નવીનતમ ટેકનોલોજી વિશે માર્ગદર્શન આપવું તથા તેમનામાં કૌશલ્યવર્ધન કરવું.


ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ભુજ (નોડલ), કૌશલ્ય, તાલીમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના ઉપક્રમે, ભુજ શહેર તથા આસપાસના વિસ્તારના શાળાના વિદ્યાર્થીઓ માટે સમર સ્કિલ વર્કશોપ - ૨૦૨૫ નું આયોજન કરવા જઈ રહી છે. આ વર્કશોપ સંપૂર્ણપણે વિનામૂલ્યે રહેશે. આ સમર સ્કિલ વર્કશોપનું આયોજન 27/5/2025 થી 31/5/2025 દરમિયાન કરવામાં આવશે.


આઈ.ટી.આઈ. ભુજના તાબા હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ જેમકે માંડવી, મુન્દ્રા, નખત્રાણા, કોઠારા, પાનધ્રો ખાતે પણ સમર સ્કિલ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે જેના સંબંધિત વધુ માહિતી માટે આ તમામ સંસ્થાઓની મુલાકાત લઈ શકાય છે.


વર્કશોપની વિગતો:


  • કોણ જોડાઈ શકે?: ધોરણ ૮/૯/૧૦ પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ.

  • સમયગાળો: કુલ ૧૦ કલાકનો વર્કશોપ.

  • સ્થળ: સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ભુજ (નોડલ) તેમજ તાબા હેઠળની અન્ય સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ જેમકે માંડવી, મુન્દ્રા, નખત્રાણા, કોઠારા, પાનધ્રો ITI.


સમર સ્કિલ વર્કશોપમાં ભાગ લેવાથી થતા ફાયદાઓ:


  • વિવિધ ટેકનિકલ અને નોન-ટેકનિકલ કૌશલ્યોનો પરિચય.

  • કારકિર્દી માર્ગદર્શન.

  • નવીનતમ ટેકનોલોજીની જાણકારી.

  • વેકેશનનો રચનાત્મક ઉપયોગ.


રજીસ્ટ્રેશન પ્રક્રિયા:


આ સમર સ્કિલ વર્કશોપમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે નીચે જણાવેલ સરનામે સંસ્થાનો સંપર્ક કરી શકે છે.


સંપર્ક:

આચાર્યશ્રી,

ઔદ્યોગિક તાલીમ સંસ્થા (નોડલ),

મુન્દ્રા રોડ, લેવા પટેલ હોસ્પિટલ પાછળ,

ભુજ, કચ્છ.

(02832 231307)


આ તક ચૂકશો નહીં! તમારા બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા અને તેમને નવા કૌશલ્યોથી સુસજ્જ કરવા માટે આજે જ રજીસ્ટ્રેશન કરાવો.

Comments

Popular posts from this blog

About ITI-Bhuj

Shree Sonal Techno Services provides manpower supplier At BKT, Paddhar-Bhuj: